ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત
અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. આ આયોજનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉપવાસ છાવણીમાં ધરણા યોજવામાં આવ્યા હતા. આ ધરણા વખતે કોંગ્રેસના કાર્યકતાઓ દ્વારા રોડ જામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી અને કોંગ્રેસે ધરણાં ચાલુ રાખ્યા હતા.