પાક વીમા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વીમા કંપની છેતરપિંડી કરે છે એવી ખેડૂતોની અનેકવાર અમને રજુઆત હતી. દેશના કૃષિ વૈજ્ઞાનિક પી.સાઈનાથે કહ્યું હતું દેશની સરકાર રાફેલ કરતા મોટું કૌભાંડ કરી રહી છે. છેલ્લા 5 વર્ષનો હિસાબ કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કેવી રીતે સર્વે થાય છે અને વીમો ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે તેની માહિતી અનેકવાર માગી, rti કરી, લેખિતમાં માગ કરી પણ માહિતી આપી નથી.