વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો હતો. ડીગ્રી અને ડીપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોની 7000 બેઠક ઘટાડવાનો નિર્ણય ઉતાવળીયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી પર ગંભીર અસર પડશે. અગાઉ સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો બાદમાં ઘણી માધ્યમિક શાળાઓ બંધ કરાઈ હતી. શિક્ષણનુ વ્યાપારીકરણ થઈ રહ્યુ છે.