ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતો વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ માર્ગો ઉપર સરકાર સામે લડત આપતું રહેશે. વિધાનસભા કુચના કાર્યક્રમમાં નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો છે.