હિંમતનગરમાં ઠાકોરની 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં પરપ્રાતીયોને મળતી ધમકીને કરાણે હિજરત કરવાની ફરજ પડી રહી છે. જેના બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો પર હુમલા થઈ રહ્યાં છે. આ ઘટના પર હવે કોંગ્રેસ-ભાજપ દ્વારા રાજનીતિ ખેલાઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સામસામે આકરા પ્રહારો કર્યા હતા.