અસલામત ગુજરાત: રાજ્યમાંથી દરરોજ ગુમ થઇ રહ્યાં છે 20થી 22 બાળકો
છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાંથી 233 બાળકો ગુમ થયા છે. ગુમ બાળકોને શોધવા માટે સીઆઇડી ક્રાઇમે એસએસડબ્લ્યૂસી કમિટિ બનાવી છે અને આ કમિટિમાં બાળકો ગુમ થવાના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં દિવસેને દિવસે બાળકોના ગુમ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેમાં દરરોજ રાજ્યમાંથી 20થી 22 બાળકોના ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. તો માત્ર છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાંથી 233 બાળકો ગુમ થયા છે. ગુમ બાળકોને શોધવા માટે સીઆઇડી ક્રાઇમે એસએસડબ્લ્યૂસી કમિટિ બનાવી છે અને આ કમિટિમાં બાળકો ગુમ થવાના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.