ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે.