દેશ પ્રદેશમાં જુઓ.... સુરતના કતારગામ વિસ્તારમાં કિશોરી સાથે ગેંગરેપના મામલામાં કતારગામ પોલીસ મથક બહાર ભારે લોકટોળુ એકઠુ થયું હતું. જેમાં પોલીસની કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો. કિશોરી સાથે છ મહિના પહેલા બનેલી ગેંગરેપની ઘટનામાં આશરે 200થી વધુ લોકટોળુ એકઠું થયું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તો અન્ય સમાચારમાં જુઓ, દમણના કોર્પોરેટર સલીમ મેમણ પર ખારીવડ વિસ્તારમાં આડેધડ ફાયરિંગ થયું હતું. તેઓ એક શો રૂમમાં બેઠા હતા એ સમયે અજાણ્યા શખ્સો દ્વારા સલીમ મેમણ પર 3થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલીમ મેમણને હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચ્યો હતો. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડતો થયો હતો.