ઉમિયાધામમાં અનેરો અવસર: લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
હાલ ગુજરાતમાં મા ઉમિયાના ધામ ઉંઝાની ચર્ચા ચાલી રહી છે. આજે ઉંઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ છે. ત્યારે મા ઉમિયાના દર્શને આવતા ભક્તો માટે ભોજનની જે વ્યવસ્થા કરાઈ છે તે અદભૂત છે. અહીં આવનાર દરેક ભક્ત ખાલી પેટે પરત ન જાય તેની આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. ખાસ કરીને મા ઉમિયાના ભક્તોને પિરસવામાં આવેલા લાડુના પ્રસાદ ખાસ આયોજન સાથે બનાવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 8 બ્લોકમાં અડધા કલાકમાં એકસાથે 50 હજાર માણસો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. ઊંઝા આજુબાજુના 10 ગામોના લોકો સેવા આપી રહ્યા છે.