ધોરાજીના યુવાને પામરોઝા સુગંધિત ઘાસની ખેતી કરીને અઢળક કમાણી કરી છે. બીબીએનો અભ્યાસ કરેલો યુવાન છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ ઉગાડે છે. આ સુગંધિત ઘાસને પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી તેલ કાઢવામાં આવે છે અને આ તેલમાંથી પરફ્યુમ, આર્યુવેદીક દવા, કોસ્મેટિક્સની પ્રોડક્ટ, સુગંધિત સાબુ વગેરેમાં આ તેલ ઉપયોગ લેવામાં આવે છે. વાવેતર સમયે માત્ર એકવાર બિયારણ નું ખર્ચ થાય છે, પછી પાંચ વર્ષ સુધી ઉત્પાદન લઇ શકાય છે.