અમદાવાદનાં બાપુનગરમાં ચંદ્રપ્રકાશ દેસાઈ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે એક સાથે 3500થી વધુ સૂચિત સોસાયટીઓના પ્રોપર્ટી કાર્ડ, દાવા પ્રમાણપત્ર, નો ડ્યુ સર્ટીફીકેટ અને મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. સમારંભમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદ મહાનગરનાં ધારાસભ્યો, મેયર બિજલ પટેલ અને અમદાવાદ પૂર્વ - પશ્ચિમનાં સાંસદો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જયારે તે સંઘટનમાં મહામંત્રી હતા ત્યારે પણ સૂચિત સોસાયટીઓ મામલે ચિંતા કરતા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ સર્વપ્રથમ તેમણે સૂચિત સોસાયટીઓ ઝડપથી કામગીરી કરવા સુચના આપી હતી. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ આજે આશરે 10 હજાર ઘરો ગેરકાયદેસરમાંથી કાયદેસરનાં થઈ ગયા છે અને હવે તેઓ પોતાના સંતાનોને વારસામાં પોતાનો ઘર આપીને જશે.