રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દાદાગીરી સામે આવી છે. તેમણે મીડિયા સાથે ગેરવર્તન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓને લોબીમાં અપાતી સારવારનું કવરેજ કરતા ખાનગી ચેનલના પત્રકાર અને તેમનો કેમેરો તોડવાનો કર્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો.