સુરત જિલ્લાના કડોદરામાં દેસાઈ પરિવાર આયોજિત લગ્ન સમારંભ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ભારતીય ચલણી નોટો સાથે અમેરિકન ડોલર ઉડાડ્યા હતા. કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી અંદાજે 7 લાખ રૂપિયા એકત્રિત થયા હોવાનું જાણવા મળ્યું છે.