અમદાવાદમાં રફ્તારનો કહેર: 20 દિવસમાં અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો
અમદાવાદના પાંજરાપોળ સર્કલ ખાતે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે આવી જતા સ્કૂટર પર સવાર 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે સીસીટીવી અને નજરે જોનારા નાગરિકોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પાંજરાપોળ સર્કલ ખાતે જ બીઆરટીએસ બસની અડફેટે બે ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા. હાલ એક મહિના પણ વિત્યો નથી અને ફરીથી એ જ સર્કલ ખાતે અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.