માવઠાનું મહાસંકટ: દાહોદમાં વહેલી સવારે વરસાદ, ખેડૂતો ફરી ચિંતામાં
હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.