પાકિસ્તાનને દુનિયા આતંકિસ્તાનના નામથી ઓળખે છે.. પરંતુ ટૂંક સમયમાં તે સમય આવવાનો છે. જ્યારે પાકિસ્તાનને કંગાળીસ્તાનના નામથી ઓળખવામાં આવશે.. કેમ કે દુનિયાભરમાં ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકે છે... ચીનની રાજધાની બીજિંગમાં પાકિસ્તાન FATFને જણાવશે કે તેણે આતંકવાદ સામેના માપદંડોને પૂરા કર્યા છેકે નહીં.. જો પાકિસ્તાન તે સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડશે... તો FATF તેને 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી પેરિસમાં થનારી મીટિંગ પછી બ્લેક લિસ્ટ કરી નાંખશે...