`કોંગ્રેસ ગાંધીજીના વિચારોને ભૂલી ગઈ, હવે તે સિદ્ધાંતલક્ષી નહીં માત્ર સત્તાલક્ષી પાર્ટી`
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને એક એવી વાત કહી છે જેનાથી કોંગ્રેસની ચાલ-ચલગત ખુલી પડી ગઈ છે. ભરતસિંહ સોલંકી કહ્યું કે કોંગ્રેસ હવે સિધ્ધાંતલક્ષી રહી નથી, માત્ર સત્તાલક્ષી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ ગાંધીજીના વિચારોને ભૂલી ગઈ છે. ભરતસિંહ સોલંકીએ સાફ સાફ કબૂલ્યું કે આપણા પર જવાબદારીઓ મોટી છે ને આપણે બહુ વહન કરતા નથી, બહુ સહન કરતા નથી. આપણે ચલાવી લઈએ છીએ. આપણી દિશા કદાચ સિદ્ધાંતલક્ષીને બદલે સત્તાલક્ષી બની છે. અને સત્તાલક્ષી બની છે એટલા માટે આપણે ગાંધીચિંધ્યા માર્ગે કામ કરી શકતા નથી.