કોરોના વાયરસ ગુજરાતના કેમીકલ ઉદ્યોગ માટે ઉત્તમ અવસર બની શકે છે. કેમીકલના રો મટીરીયલ માટે ગુજરાત અને ભારત પગભર બની શકે છે. અત્યારે રો મટીરીયલ અને બલ્ક કેમીકલ માટે ચાઇના પર આધાર રાખવો પડે છે. મોટાભાગના કેમીકલ માટે ભારત ચાઇના પર આધારીત છે. એપીઆઇ ડ્રગ ચાઇનાથી આયાત થાય છે.