અરશદ વારસી અને બરુણ સોબતી અભિનીત 'અસુર' વેબ સીરીઝ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ એક સાઈકો થ્રિલર વેબ સીરીઝ છે. પહેલી સીઝન પછી નિર્માતાઓએ તેની બીજી સીઝનની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો પણ આ વેબ સીરીઝની રાહત જોઈ રહ્યા હતા. ત્યારે હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે.