આતંકી ષડયંત્ર: જમ્મૂ બસ સ્ટેન્ડ પાસેથી મળ્યો વિસ્ફોટક પદાર્થ
જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે એક બસમાંથી વિસ્ફોટક મળી આવ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો હતો.