આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ તેમજ તેના પછીના સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે તાપીમાં દૈનિક ૫૩૫૦૦ ક્યુસેક પાણી તેમજ મધ્યપ્રદેશમાં નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદના પરિણામે નર્મદા ડેમમાં દૈનિક ૯૫૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં થઇ રહેલા વરસાદના પરિણામે આ વિસ્તારમાં આવેલા કેટલાક ડેમ હાઇ એલર્ટ અને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. છેલ્લા થોડાક દિવસો દરમિયાન પડી રહેલા વરસાદના પરિણામે સમગ્ર રાજ્યમાં ૫૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે, જે એવરેજ વાવેતરના ૬૮ ટકા જેટલું થવા જાય છે.