વડોદરાના આરોપી પ્રશાંત ઉપાધ્યાયને લઈ વારસિયા પોલીસ બગલામુખી મંદિર પહોંચી હતી. મંદિરમાં આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ધર્મગુરુ તરીકે મંદિરમાં કામ કરતો પ્રશાંત આજે આરોપી તરીકે આવ્યો હતો.