ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી. જે દાવો ખોટો હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે, ત્યારે અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ આદરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.