પાણી ન મળતા કંટાળેલા ખેડૂતે જીરાનો વાવેલો પાક કાઢી નાંખ્યો
બનાસકાંઠાના ખેડૂત ખુદ પોતાનો પાકનો નાશ કરવા માટે મજબૂર થયા છે. પાકની વાવણી પાછળ કરવામાં આવેલો લાખોનો ખર્ચ ખેડૂતોને ભારે પડી રહ્યો છે. વાવના ચોથાનેસડા ગામમાં ખેડૂતે કંટાળીને પોતાના ખેતરમાં વાવેલો જીરાનો પાક કાઢી નાખ્યો. છેલ્લા 60 દિવસથી ચોથાનેસડા માઈનોર કેનાલમાંથી ખેડૂતોને પાણી નહોતું મળ્યું. જેના કારણ પાક સુકાઈ ગયો. અને આખરે ખેડૂત ગોવિંદસિંહ રાજપૂતે જીરાનો પાક કાઢી નાખ્યો. તેમણે વાવેતર પાછળ કરેલો 2 લાખનો ખર્ચ પાણીમાં ગયો. કેનાલથી જલ્દી પાણી પુરું પાડવામાં આવે તેની માંગ ખેડૂતો કરી રહ્યા છે.