છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર નાંખીએ તો ખેડૂતોની આત્મહત્યાના કિસ્સામાં ગુજરાત બદનામ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1309 ખેડૂત અને ખેત મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની આત્મહત્યા કરવામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે આવ્યું છે.