મહા વાવાઝોડા બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વરસાદના પાણી ભરાઈ જવાના કારણે ઉના જિલ્લાના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક ખરાબ થઇ જવાના કારણે ખેડૂતોએ તેમના ખેતરમાં તૈયાર થયેલો પાક બાળવો પડ્યો હતો.