બનાસકાંઠાના સુઈગામમાં તીડનો આતંક, ખેડૂતો ચિંતામાં
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુઇગામમાં તીડોના થોડા ઝુંડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. સુઇગામના રણ નજીકના ગામ મેઘપુરાની સીમમાં હજુ પણ તીડના ઝુંડ જોવા મળી રહ્યું છે. તીડ કંટ્રોલની 5 ટીમો દ્વારા મેઘપુરા ગામની સીમમાં રહેલા તીડનો નાશ કરવા દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું છે. જેને લઇને મોટાભાગના તીડ રણ વિસ્તારમાં ચાલ્યા ગયા છે. જો પવનની દિશા બદલાય તો ફરીથી તીડ સરહદી વિસ્તારમાં આવે તેવી શક્યતાઓ છે. તીડ સુઇગામ નજીકના રણ વિસ્તારમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.