અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારો દેશ ઇસ્લામિક આતંકવાદનો શિકાર રહ્યો છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં આઈએસઆઈએસને ખતમ કર્યું અને અલ બગદાદીનો ખાતમો કર્યો છે.