22 વર્ષથી બિમારથી પીડિત પુત્રી માટે પિતાએ કરી ઇચ્છા મૃત્યુની માગણી
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. છેલ્લા ૨૨ વર્ષથી બીમારીથી પીડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતી તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે છે. સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી છે. આ બાબતે સરકારનો જવાબ માંગ્યો છે.