કેશોદના અગતરાય ગામે ગ્રામિણ બેંકમાં લાગી આગ
કેશોદના અગતરાય ગામે આવેલ ગ્રામીણ બેંકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સવારના સમયે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે આ ઘટનામાં બેંકના બધા ડોક્યુમેન્ટ સહિત ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે કેશોદના અગતરાય બેંક સળગવા મામલે નવો વળાંક આવ્યો છે. તસ્કરો દ્વારા પ્રથમ ચોરીનો પ્રયાસ કરાયો. ત્યારબાદ પ્રયત્ન નિષફળ જતાં બેંકને સળગાવવામાં આવી હતી. સવારે સ્કુલે જતાં વિદ્યાર્થીઓએ સરપંચને જાણ કરી હતી કે, બેંકના તાળા તુટેલા હતાં અને બેંક સળગતી હતી. કેશોદ પાલીકાને 5 ફોન કરવામાં આવ્યા છતાં ફોન ન ઉપાડતાં અંતે ફાયરની ટીમને જુનાગઢથી બોલાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બેંકમાં આગ લાગવાની આ ઘટનામાં રૂપિયા 1.16 લાખની કેશ સળગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.