અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈ વૃદ્ધો પશુઓની વચ્ચે જઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને પશુઓને ભડકાવવામાં આવ્યા હતા અને ગામમાં દોડાવવામાં આવ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે આ પરંપરા વર્ષો જૂની પરંપરા અને વર્ષોથી પશુધનને નવા વર્ષે દોડાવવામાં આવે છે પણ આમ છતાં ક્યારેય કોઈ દુર્ઘટના ઘટી નથી.