સાબરકાંઠાના તલોદના તાજપુર કેમ્પ પાસે અકસ્માત બાદ કાર સળગતા ત્રણના મોત નિપજ્યા છે. ડમ્પર અને ડસ્ટર કાર વચ્ચે અકસ્માતમાં બાદ કારમાં આગ લાગી હતી. મધ્યરાત્રિએ અકસ્માતની ઘટના બની હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. કારમાંના તમામ ત્રણ મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોની ઓળખ વિધી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.