અમદાવાદ : મોડી રાત્રે કાપડની ફેક્ટરીમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
:અમદાવાદના નારોલ વટવા રોડ પર આવેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો છે. ગોપી ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડ બનાવતી ફેક્ટરીમાં આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરંતુ કાપડની ફેક્ટરમાં લાગેલી આગ પર સવાર સુધીમાં પણ કાબૂ મેળવી શકાયો નથી. સવાર સુધી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.