રાજકોટ: જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 8 ટીમ ઘટનાસ્થળે
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.