જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજુ કરતા આર્ટિકલ 370ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો. અત્રે જણાવવાનું કે આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતીથી પસાર કરી શકે છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે. ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની સાથે સાથે રાજકારણ પણ બદલાઈ ગયું છે.