સૌરાષ્ટ્રના અમરેલી અને જુનાગઢ જિલ્લામાં દિપડાનો આતંક વધ્યો છે. રાજકીય નેતાઓ અને સ્થાનિકોની રજૂઆતના પગલે સરકારે સ્પેશિયલ કેસમાં દેખો ત્યાં ઠાર મારવાના આદેશ અપાયા છે. છેલ્લા ચાર દિવસથી માનવભક્ષી દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવી ટીમો કામે લાગી છે. પણ કોઇ પરિણામ મળ્યુ નથી. આજે એક દીપડી પકડાઈ છે. પણ તેમ છતાં દીપડાની દહેશત અનેક ગામોમાં ફેલાયેલી છે. 100 જેટલી ટિમો બનાવીને 30 જગયાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એક સફળતા મળી છે. પણ વનવિભાગને કેમ ધાર્યું પરિણામ મળતું નથી અને શુ છે દીપડાની પ્રકૃતિ જાણીએ આ વિશેષ અહેવાલમાં....