મુખ્યમંત્રીના હસ્તે દહેજમાં શનિવારે ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુર્હત કરવામાં આવશે. 25 હેકટરમાં રૂ. 881 કરોડના ખર્ચે સ્થપાશે. દરિયાના ખારા પાણીના શુધ્ધિકરણનો ડિસેલીનેશન પ્લાન્ટ, દહેજ પીસીપીઆઇઆરના ઊદ્યોગોની પાણી જરૂરિયાત માટેનો વૈકલ્પિક સ્ત્રોત બનશે.