ગામડું જાગે છેઃ બોટાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે કેનાલ બની મુશ્કેલીનું કારણ
બોટાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કેનાલ હવે ખેડૂતોની પરેશાનીનું કારણ બની ગઈ છે. બોટાદના રાણપુરના સુંદરિયાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલનું કામ છેલ્લા છ વર્ષથી અડધો કિલોમીટરના વિસ્તારમાં બાકી છે. તેમ છતાં પણ આ કેનાલમાં પાણી છોડવામાં આવે છે. જે પાણી અહીંના પાંચથી સાત ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થઈ રહ્યું છે. ઉભા પાક પર પાણી ફરી વળતા લાખોની નુકશાની સહન કરવાનો વારો આવે છે. તંત્રના કાન સુધી વ્યથા પહોંચાડવા ખેડૂતોએ કેનાલ આગળ જ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.