પાટણ જિલ્લા માં છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાઈ ગયા, પરંતુ ત્યાર બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.પાણી વગર વાવેલ પાક સુકાવા તરફ જઈ રહ્યો છે. તો કેનાલો અને તળાવો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પાક ફેર બદલી કરી ટૂંકા ગાળાના પાક વાવણી કરવાનું ખેતી વિભાગ ખેડૂતોને જણાવી રહ્યું છે.