બેચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીઓની સ્કૂલમાં ગેરહાજરી દૂર કરવા એક સુંદર નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શાળાના શિક્ષકો ગેર હાજર બાળક ની નોંધ લઈ બાળક ના ઘેર ઢોલ સાથે પહોંચી જાય છે અને ગેરહાજર બાળક ના ઘર બહાર ઢોલ વગાડી બાળક નો અને તેના વાલી નો સંપર્ક કરે છે. શાળા ના આ નવતર પ્રયોગ થી ગત વર્ષે 80 ટકા બાળકો શાળા એ આવતા થયા છે.