ગામડું જાગે છેઃ ઓપલાડ વિસ્તારમાં ખેડૂતોને આશરે 50 કરોડનું નુકસાન
સુરતના ઓલપાડના ખેડૂતોની દશા ઈધર ખાઈ ઉધર કુઆ જેવી થઈ ગઈ છે. ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો જાણે ઝૂંટવાઈ ગયો છે. ડાંગરનો પાક વાવાઝોડાના કારણે બરબાદ થયો અને બચેલો માવઠામાં નાશ થયો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 150થી 200 કરોડનું નુકસાન થયાની આશંકા છે. જેમાંનું 50 કરોડથી વધુનું નુકસાન માત્ર ઓલપાડમાં જ હોવાનું સંભળાઈ રહ્યું છે હવે તંત્ર સર્વે કરે ત્યારે જ ખરો આંકડો સામે આવશે. હાલ તો ખેડૂતો આ ચિંતામાં છે કે તેમને કોણ ઉગારશે.