ઉનાળામાં ફળોના રાજા કેસર કેરીની માત્ર ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ માગ રહે છે. એમાંય ગીર પંથકની કેસર કેરી ભલે મોંઘી પડે પણ લોકો તેને ખાવા આતુર રહે છે. પરંતુ સમયની સાથે કેરીની માગ વધતાં કેમિકલયુક્ત કેરીનું પ્રમાણ વધી ગયું છે. આવા સમયે અમરેલીના એક ખેડૂતે બીજો રસ્તો ન અપનાવતા ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન વધાર્યું છે