ગાંધી પરિવાર અંગેના એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી છે. સુત્રો પાસેથી આવી રહેલા સમાચાર અનુસાર ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા ઘેરો હટાવવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં એસપીજીનાં બદલે માત્ર Z+ સુરક્ષા જ આપવામાં આવશે. કોંગ્રેસે મોદી સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા તેને એક કાવત્રું ગણાવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરી રહી છે.