લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ભાજપી નેતાઓનું કનેક્શન ખૂલ્યું છે. ગઈકાલે જે પાંચ લોકોનું નામ ખૂલ્યું હતું, તેમાંથી બે ભાજપના નેતા હતા. ભાજપ દ્વારા આ બંને નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે આ કૌભાંડમાં વધુ એક ભાજપી નેતાનું નામ ખૂલ્યું છે. પેપરલીક કેસમાં વધુ એક ભાજપના નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરવામાં આવી છે. જયેન્દ્ર રાવલ મનહરના ખાસ મિત્ર છે અને ભાજપના પૂર્વ મહામંત્રી હતાં.