જુનાગઢ (Junagadh) ના માંગરોળનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કિશોરીઓ સાપ સાથે રમતી હતી. ત્યારે આ કિશોરીઓને સાપ સાથે ગરબે રમવું ભારે પડ્યું હતું. આ મામલે વનવિભાગે (Forest Department) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, એક ગરબા (Navratri 2019) ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળાઓ સાપ સાથે રમતી હતી.