રાજકોટ સૌરાષ્ટ્ર ઓઇલમીલ એશોશીએશન દ્વારા આજે મગફળી અને સીંગતેલના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે સારો વરસાદ છે ત્યારે સોમાનો અંદાજે છે એક મગફળીનું 30 લાખ ટન ઉત્પાદન થશે. સોમાના પ્રમુખ સમીર શાહએ સરકારને મીડીયાના માધ્યમથી કહ્યુ વિશ્વના અન્ય દેશોમાથી તેલની આયાત ધટાડવામા આવે તો મગફળી પકવતા ખેડુતોને સારા ભાવ મળી શકે છે. સીંગતેલના વેપારીએ દાવો કર્યો કે, ચાલુ વર્ષે મગફળી સહિતના સારા પાકને લઇને દેશ આર્થીક મંદીમાંથી તેજી તરફ પ્રયાણ કરશે.