આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-3ની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2.34 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં કુલ 902 સેન્ટરમાં 10,000થી વધુ બ્લોકમાં પરીક્ષા યોજાશે.