ભોપાલ ભાજપ કાર્યાલયમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ઢોલ-નગારાના સાથે કાર્યકરો ઉત્સવ મનાવી રહ્યા છે. વિશેષ શરણાઈ વાદકો પણ સ્વાગત માટે આવ્યા હતા. ભાજપ કાર્યાલયમાં સ્વ. માધવરાવ સિંધિયાની તસ્વીર મુકવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.