કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને GSFCના MD સુજીત ગુલાટી વચ્ચે બેઠક થઇ હતી.તે બાદ પ્રેસ કન્ફેરન્સ યોજવામાં આવી હતી જેમાં GSFCના MD સુજીત ગુલાટીએ કહ્યું હતું કે ખાતરના સમગ્ર મામલામાં પ્રોડક્શન એરર છે, એમાં કોઈ કૌભાંડ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એવરેજ 300 ગ્રામની ઘટ ગણીને પણ ચાલીએ તો બોરી દીઠ 10 રૂ નું નુકસાન થાય છે. GSFCના નિવૃત અધિકારીને તપાસ કામગીરી સોંપવામાં આવી. જાન્યુઆરીથી ઉત્પાદન થયેલા માલની તપાસ પણ કરવામાં આવશે. હાલ પૂરતું ખાતર નું વેચાણ બંધ રહેશે.એક સપ્તાહમાં વેચાણ ચાલુ કરવા પ્રયાસ.