એસટી બંધ, મુસાફરોને પડી રહેલી હાલાકીની તંત્રએ લીધી નોંધ
રાજ્યભરમાં ગુજરાત STનાં 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા 7000 બસના પૈડા થંભી ગયા છે. જેની સીધી અસર 25 લાખ મુસાફરોને અસર થઈ છે. આ કારણે મુસાફરોની હાલાકી વધી રહી છે. અનેક મુસાફરોએ આ કારણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે, તો કેટલાક એસટી ડેપો પર અટવાઈ પડ્યા છે. કેટલાક ખાનગી વાહનોની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટીના કર્મચારીઓને અપીલ કરી છે કે, પ્રજા વર્ગોને મુશ્કેલી ન પડે તે માટે એસટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે. રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવશે.